સુરતમાં રિક્ષા અને વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષા પલટી
copy image

સુરતમાં ફરી એક વખત માર્ગ પર પુરપાટ ઝડપના કારણે અકસ્માતો સર્જાયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં પૂર ઝડપે રીક્ષા જઈ રહી હતી ત્યારે બાઈક ચાલક અચાનક વચ્ચે આવતા પલટી મારી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવને પગલે આસપાસના લોકો દ્વારા રીક્ષામાં ફસાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.