આદિપુરના વેપારી સાથે બેન્ક લિન્કના નામે થઈ રૂા.1.09 લાખની ઓનલાઈન છેતરપિંડી

Online night shopping and paying with credit card and laptop. Man buying on an internet store in modern home office late at night. Typing login inform

copy image

copy image

આદિપુરના વેપારી સાથે બેન્ક લિન્ક ના નામે રૂા.1.09 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા.14/1ના આદિપુરમાં કટલેરીની દુકાન ચલાવનાર સોહિલ હસનઅલી માઘવાણી સાથે બન્યો હતો. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર અજાણ્યા મોબાઈલ ધારકે ફરિયાદીના વોટ્સએપમાં એસ.બી.આઈ. બેન્ક નામની લિંક સેન્ડ કરેલ હતી જે ભૂલથી ફરિયાદીએ ઓપન કરી નાખી હતી. બાદમાં ફરિયાદીના મોબાઈલ નંબર  પર બેથી ત્રણ વખત ઓ.ટી.પી. આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીના બચત ખાતામાં રૂા.12 હજાર, ફરિયાદી અને તેમના પિતાના જોઈન્ટ બચત ખાતામાંથી રૂા.50 હજાર અને રૂા.47 હજાર ઓટોમેટિક ઉપડી ગયા હતા. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.