અબડાસાના ચિયાસર ગામમાં પાણીના પાઈપની કફોળી સ્થિતિ

copy image

copy image

અબડાસાના ચિયાસર ગામના લોકો કોટડા (રોહા)ની બોર યોજનાનું પાણી મેળવે છે. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે, છેલ્લા ત્રણ-ચાર માસથી આ પાઇપલાઇનમાંથી લીકેજ થઈ રહ્યું હોવાથી ગામના લોકોને પૂરતું પાણી મળતું ન હોવાની ફરિયાદ સામે આવી છે. આ અંગે વધુમાં જાણવા મળી રહ્યું છ કે ભીટારા-ચિયાસર રોડ પર પાણીના પાઇપમાંથી ઠેકઠેકાણે ગળતર થાય છે. ત્રણેક માસથી અહીના આ જ હાલ છે.પાઈપ લીકેજ પર પથ્થર મૂકી દેવાયા પરંતુ કોઈ રીપેરીંગ કામ કરવામાં આવતું નથી. આ અંગે રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. આ સમસ્યાનો વેલેસર ઉકેલ લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.