મહેમદાવાદ પોલીસે રાત્રીના અરસામાં પેટ્રોલિંગ કરી બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા 6 શકુનિઓને રંગે હાથે પકય્યા

મહેમદાવાદ : પોલીસની ટીમ ગતરોજ રાત્રિના અરસામાં પેટ્રોલીંગમાં નીકળી હતી. તે દરમિયાન મહેમદાવાદ બસસ્ટેન્ડ પાસે જુગાર રમાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. આ નાસભાગમાં કેટલાક જુગારીઓ નાસી ગયાં હતાં. જ્યારે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં છ શખ્સોઓને રંગે હાથે પકડી પાડ્યાં હતાં. જેમાં અજીમમીયાં ઉર્ફે શાહરૂખ સમસુમીયાં મલેક, તોફીકભાઈ સલીમભાઈ વ્હોરા, અનીલભાઈ ઉર્ફે લલ્લા અશોકભાઈ જાડેજા (છારા), ઈલ્યાસભાઈ કાસમભાઈ મન્સુરી, રાહુલભાઈ કૈલાશભાઈ છારા અને રાજેન્દ્રભાઈ જીવણલાલ શાહનો સમાવેશ થાય છે. પોલીસે આ ઇસમોઓ પાસે અંગજડતીમાંથી રૂ.૭૬૬૦ તેમજ દાવ પરના રૂ.૩૭૦ મળી કુલ રૂ.૮૦૩૦ની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *