ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી કેશોદનો ઈસમ દારૂની ૭૮ બોટલ સાથે પકડાયો

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.વી.જે. ફર્નાન્ડીઝના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.કે. ઝાલા, એ.એસ. આઇ. કે.યુ.વાળા, હેડ કોન્સ. ખોડુભા, ધર્મરાજસિંહ, અમૃતભાઇ, જયંતીલાલ અને જયદીપસિંહ સહિત પેટ્રોલીંગ હતા. ત્યારે પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ. ખોડુભા અને ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી કેશોદમાં સરદારનગર સોસાયટીમાં રહેતો રાજેન્દ્ર જેઠાભાઇ દયાતરને રૂ.રપ,ર૦૦ની કિંમતની દારૂની ૭૮ બોટલ સાથે ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *