ભુજ શહેરમાં ભારે વરસાદને કારણે જે રસ્તાઓનું ધોવાણ થયું છે તેવા રોડના રીસફેસીંગના કામનું ભારે વરસાદ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત અંદાજીત રૂ. ૬૭૨ લાખના કામોનું ખાતમૂહુર્ત કરાયું

આજ રોજ તા. ૦૨/૦૩/૨૦૨૫ ના રોજ ભુજ શહેરમાં ભારે વરસાદને કારણે જે રસ્તાઓનું ધોવાણ થયું છે તેવા રોડના રીસફેસીંગના કામનું ભારે વરસાદ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત અંદાજીત રૂ. ૬૭૨ લાખના કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું.

આજરોજ ભુજ શહેર માટે સરકારશ્રી દ્વારા ભારે વરસાદને કારણે જે રસ્તાઓનું ધોવાણ થયું છે તેના રીસર્વેસીંગ માટે ભારે વરસાદ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત અંદાજીત રૂ.૬૭૨ લાખના કામોનું ખાતમુહુર્ત આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી, કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ અંગે ઉદબોધન કરતા કચ્છ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજરોજ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે જે ડામર રોડનું ધોવાણ થઇ ગયું છે તેવા રોડ માટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે જેને અનુલક્ષીને આજરોજ વિકાસના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. ભુજ શહેરનો વ્યાપ બધું વધી ગયું છે ત્યારે હજુ આગામી વિકાસના કામો માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર માંથી જે જોઈતી મદદ હશે એ પૂર્ણ કરવામાં આવશે તેમજ વિકાસ ની ખૂટતી કડીઓ પૂરી કરવામાં આવશે.

આ અંગે ઉદબોધન કરતા ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ એ એક અવિરત થતી પ્રક્રિયા છે. શહેરમાં થતા વિકાસના કામો એ એક વ્યવસ્થા છે જે લોકોની સુખાકારી માટે છે. આજરોજ ચોમાસામાં ભારે વરસાદને કારણે જે ડામર રોડનું ધોવાણ થઇ ગયું છે તેવા રોડ માટે સરકારશ્રી દ્વારા રૂ કડર લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે તે રોડને ગુણવત્તાસભર રિસર્કસ કરવામાં આવશે જેને અનુલક્ષીને આજરોજ વિકાસના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આવા અનેક પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા અમો કહીબધ્ધ છીએ

આ અંગે વધુ વિગત આપતા ભુજ નગરપાલિકાન્ત પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આજરોજ ચોમાસામાં ભારે વરસાદને કારણે જે ડામર રોડનું ધોવાણ થઇ ગયું છે તેવા રોડ માટે સરકારશ્રી વારા રૂ. ૬૭૨ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે જેને અનુલક્ષીને આજરોજ વિકાસના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે. આવનારા દિવસોમાં ખાતમુહુર્તની પરંપરા ચાલુ રહેશે અને ભુજનો વિકાસ થતી રહેશે. ભુજ નગરપાલિકામાં નવી પાંખ આવ્યા બાદ શહેરનો પોતરફો થઈ રહ્યો છે ત્યારે શહેરની ખુટતી વિકાસ ની કડીઓ પૂરી કરવામાં સમગ્ર ટીમ કટીબદ્ધ છે. આવાસ દિવસોમાં આ ખુટતી કડીઓ પૂરી કરવાની અમે ખાતરી આપીએ છીએ.

આ પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્યથી માનનીય કેશુભાઈ પટેલ સાહેબે સમગ્ર ભુજના તમામ રીંગરોડના રીસફેસીંગ માટે રાજ્યસરકારમાં ભલામણ કરી હતી જેને પગલે પ્રથમ ફેઝમાં અંદાજીત ૧૪ કિમીના રીંગરોડ ની રીસર્વેસીંગની કામગીરી માટેની જવાબદારી આર.એન્ડ.બી (માર્ગ અને મકાન વિભાગ) ની નક્કી કરાવી જેના માટે અંદાજીત રૂ. 30 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે જેનું કામ નજીકના સમયમાં ઘુરૂ કરવામાં આવશે જે માટે ભુજ નગરપાલિકાની સમગ્ર ટીમ વતી આભાર માનું છું.

ઉપરોક્ત કાર્યક્રમમાં કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર. કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પચાણભાઈ સજોટ, કચ્છ જીલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપના મહામંત્રી ભૌમિકભાઈ વચ્છરાજાની, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુષ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ નીકુલભાઈ ગોર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ધનશ્યામભાઈ સી ઠાક્કર, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના દંડક રાજેશભાઈ ગૌર, ભુજ નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, ભુજ નગરપાલિકાના ડેનેજશાખાના ચેરમેન ધર્મેશભાઈ ગૌર, ભુજ નગરપાલિકાના રોડલાઈટ શાખાના ચેરમેન કાપભાઈ ગોર, ભુજ નગરપાલિકાના નગરસેવકો જગતભાઈ વ્યાસ, કિરણભાઈ ગોરી, સાવિત્રીબેન જાટ, અશોકભાઈ પટેલ, પીરેનભાઈ લાલન, રેશમાબેન ઝવેરી, હિનાબા જીતુભા ઝાલા તેમજ જીલ્લા સંગઠન ના હદિદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, સામાજીક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાસકપક્ષના નેતાશ્રી કમલભાઈ ગઢવીબે કર્યું હતું. મહાનુભાવો. મહેમાનોનું સ્વાગત તેમજ સ્વાગત પ્રવચન પ્રમુખશ્રી રામબેન સોલંકીએ કર્યું હતું તેમજ આભારવિધિ દંડકશ્રી રાજેશભાઈ ગોરે કરી હતી.