ઓઇલ ભરેલ ટેન્કર સગેવગે કરવાના ગુનામાં નાસતો ફરતો આરોપી લખનઉથી દબોચાયો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

બે વર્ષ અગાઉ મુંદ્રાથી ઓઇલ ભરી નાસિક રવાના થયેલું રૂા. 30,34,065નું ઓઇલ ભરેલું ટેન્કર સગેવગે થઈ રહ્યું હતું જે ગુના કામેના આરોપી શખ્સને તેના સાળાના ઘરે (લખનઉ)થી પોલીસે દબોચી લીધો છે. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  બે વર્ષ પૂર્વે 30.34 લાખનું ઓઇલ સગેવગે કરવાના ગુનાનો આરોપી નાસતો-ફરતો હતો. તે વચ્ચે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આરોપી હાલ તેના સાળાના ઘરે લખનઉ ખાતે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે આરોપી ઈશમને દબોચી લીધો હતો. પોલીસે આ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.