એમ પી એલ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મારવાડા પ્રીમિયર લીગ સીઝન (૫) નું આયોજન કરવામાં આવ્યું

તા .૨/૩/૨૦૨૫ ના રોજ માધાપર રેલવે ગ્રાઉન્ડ મધ્યે મારવાડા પ્રીમિયર લીગ સીઝન (૫) ની ફાઇનલ મેચમાં કચ્છ આર્ટ બીબર વિજેતા થઈ હતી. જેમાં યુવિકા વોરિયર્સ ભુજ ઉપ વિજેતા રહી હતી. ફાઈનલ મેચ રસાકસી ભરાઈ હતી. અને ટાઇ થઈ હતી. જેથી ફાઈનલ મેચ સુપર ઓવરમાં કચ્છ આર્ટ બીબર ટીમે બાજી મારી હતી. તો આયોજનને સફળ બનાવવા સમાજના દરેક હોદેદારો હાજર રહ્યા હતા. અખિલ કચ્છ મેઘવંશી મારું સમાજ ઉ.પ ના પ્રમુખશ્રી શિવજીભાઇ આલાભાઈ માંગરિયા, તેમજ તેમની સમગ્ર ટીમ કરમાભાઈ સંજોટ, ઉ.પ ગોપાલભાઈ સંજોટ, તથા માકપટ મારૂ તથા સમાજના પ્રમુખશ્રી હીરજીભાઈ લેઉવા તથા તેમની સમગ્ર ટીમ પચાણભાઈ ઓઢણા, મહામંત્રી લક્ષ્મણભાઈ ચનેપાર, ખજાનચી ખીમજીભાઈ કુંવટ, તથા મારવાડા વણકર વિકાસ સંઘ ના પ્રમુખશ્રી પચાણભાઈ સંજોટ, તેમજ કાર્યકારી પ્રમુખશ્રી રમેશચંદ્રભાઈ સીજુ, તથા તેમની સમગ્ર ટીમ ધીરજલાલ ભાઈ ડી સીજુ ખજાનચી, તેમજ પ્રેમજીભાઈ મંગરિયા, પ્રમુખશ્રી મેઘમારું વિધાર્થી ભવન શૈક્ષણિક અને વિવિધ લક્ષી ટ્રસ્ટ તથા અરવિંદભાઈ લેઉવા, મહામંત્રી અખીલ કચ્છ (મારૂ) વણકર એકતા મંચ મનજીભાઈ ખરેટ, પ્રમુખશ્રી મૈત્રી મંડળ ઉ.પ દેવજીભાઈ પી સીજુ, મહામંત્રી ભુજ શહેર મારૂ સમાજ ઉ.પ તેમજ ડૉ હેમલતાબેન લોન્ચા, એડવોકેટ મુકેશભાઈ પરમાર, ભોપાશ્રી રતનજી ભાઈ રાઠોડ, લલિતભાઇ બુચિયા, પ્રમુખશ્રી રાવલાવાડી મારૂ સમાજ મનજીભાઈ બળિયા, ઉપ પ્રમુખશ્રી ભીમરાવનગર મારૂ સમાજ મનોજભાઈ મારવાડા મહામંત્રી ભીમરાવનગર મારૂ સમાજ સોનુભાઈ પરમાર, હિરેન ફૂટવેર નારણભાઈ મકવાણા,બાબુભાઈ ખોખર, ભરતભાઈ જોગુ, હાજર રહ્યાં હતા. તેમજ સમગ્ર આયોજન નું સંચાલન શ્યામ મકવાણાએ કર્યું હતું તેમજ મુખ્ય આયોજક ચમનાભાઇ કુંવટ મનોજભાઈ મારવાડા, અને શ્યામભાઈ મકવાણા, આયોજન કર્યું હતું તેવું સામાજિક કાર્યકર્તા અને પત્રકાર માવજી હિંગણાની યાદીમાં જણાવાયું હતું.