ખેતી વિષયક લોન લઇ પરત ન ચૂકવવાના પ્રકરણમાં આરોપી એક વર્ષ માટે જેલના હવાલે
copy image

ખેતી વિષયક લોન લઇ પરત ન ચૂકવવાના પ્રકરણમાં આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક પાસેથી આરોપી જયવીરસિંહ નટુભા વાઘેલાએ રૂા. 7,25,959ની ખેતીવિષયક લોન લીધેલ હતી જે પરત કરવામાં ન આવતા વર્ષ 2019માં તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને રૂા. 7,25,959 બેંકને ભરવા અને એક વર્ષની સજાનો આદેશ જાહેર કર્યો હતો.