કચ્છ જિલ્લા પોલીસમાં પશ્ચિમ કચ્છ ભુજ ખાતે ફરજ બજાવતા સુમનરાની જગદિશસિંહ ચૌધરી, પોલીસ હેડ કોન્સટેબલ, નાઓએ પોતાની પોલીસની નોકરી દરમ્યાન કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યુ

કચ્છ જિલ્લા પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી.એસ.ટી.સેલ, પશ્ચિમ કચ્છ ભુજ ખાતે ફરજ બજાવતા સુમનરાની જગદિશસિંહ ચૌધરી, પોલીસ હેડ કોન્સટેબલ, નાઓએ પોતાની પોલીસની નોકરી દરમ્યાન ચાલુ નોકરીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યુ છે. તેઓએ ડો. ભરતભાઇ ખિમાભાઇ બાવલિયા, હિન્દી વિભાગાધ્યક્ષ, શ્રી આર.આર. લાલન કોલેજ, ભુજ નાઓના માર્ગદર્શનમાં હિન્દી સાહિત્યમાં “નાસીરા શર્મા એવમ મમતા કાલીયા કી ચુનિંદા કહાનિયોં મેં ચિત્રીત માનવીય સંવેદનાઓ કા તુલનાત્મક અધ્યયન” વિષય પર શોધ મહાનિબંધ રજુ કર્યો હતો. જેઓને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ડોકટર ઓફ ફિલોસોફી પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવેલ છે.

શ્રી સુમનરાની ચૌધરીના પતિ શ્રી વિરેન્દ્ર કુમાર જેઓ ઇન્ડીયન આર્મીમાં અમૃતસર ખાતે ફરજ બજાવે છે અને તેમને એક દિકરો છે જે ધોરણ છમાં સુર્ય વરસાણી અકેડમી શાળામાં અભ્યાસ કરે છે. ત્યારે આવા સંજોગોમાં દિકરાનો ઉછેર એકલા હાથે કરવાની સાથે સાથે તેમજ પોલીસ વિભાગના એસ.સી.એસ.ટી.સેલ ખાતે ફરજ બજાવતા તેઓએ આ ઉપલબ્ધી હાંસલ કરેલી છે. તે પ્રસંશનીય છે.