વરસામેડીમાં બાકી નાણાંની ઉઘરાણી કરવામાં આવતા શખ્સે કર્યું બાળકનું અપહરણ

kidneping

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં બાકી નાણાંની ઉઘરાણી કરવામાં આવતા શખ્સે એક માસૂમ બાળકનું અપહરણ કરી લીધુ હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 2-3ના બપોરના અરસામાં વરસામેડીની મથુરા કોલોનીમાં બન્યો હતો. આ સ્થળ પર  ફરિયાદી નવિશા અસ્લમ અસારી પોતાની માતા અને  બાળક સાથે રહે છે. તેમના વતન બિહારનો શખ્સ અહીં જમવા આવતો  જેના પૈસા તે ચૂકવી આપતો, પરંતુ બે ત્રણ મહિનાના પૈસા બાકી હોવાના કારણે ફરિયાદીએ આ શખ્સને જણાવ્યુ હતું. બાદમાં તે શખ્સને જમવાનું આપી ફરિયાદી મહિલા કપડા ધોવા ગયેલ હતા. ત્યારે પાછળથી આ ઈશમ બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદિ માહિલાએ પરત આવીને જોતાં તેમનું બાળક હાજર મળી આવેલ ન હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.