“ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ”

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબનાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજનાઓએ મિલ્કત સબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ પાસેથી વધુમાં વધુ ચોરાયેલ મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ હોય.

જે અનુસંધાને ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૦૨૧૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૦પ(એ), ૩૩૧(૩), ૩૩૧(૪), ૫૪ મુજબના ગુના કામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજના પોલીસ ઈન્સપેક્ટરશ્રી એસ.એસ. ચુડાસમા નાઓ તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે. મોરી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. મુકેશસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ. કાનજીભાઈ ડોડીયા નાઓએ સદર ગુના કામે સઘન તપાસ કરી આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરી સદર ગુના કામે ચોરાયેલ તમામ મુદ્દામાલ સેક્ટર-૦૩ હંગામી આવાસ જી.આઈ.ડી.સી. ભુજ ખાતેથી રીકવર કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી:-

(૧) સન્ની ઉર્ફે સુનીલ દશરથભાઈ વાઘેલા ઉ.વ. ૨૦ રહે-હંગામી આવાસ, જી.આઈ.ડી.સી., ભુજ

(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઉ.વ. ૧૭ રહે-હંગામી આવાસ, જી.આઈ.ડી.સી., ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) ચાંદીનો રોટલી રાખવાનો ડબ્બો નંગ-૦૧, વજન ૧.૨૦૦ કિ.ગ્રા., કિ.રૂ.૧,૦૮,૦૦0/-

(૨) ચાંદીની થાળી નંગ-૦૧, વજન ૫૮૦ ગ્રામ, કિ.રૂ.પર,૨૦૦/-

(૩) ચાંદીની ટ્રે નંગ-૦૧, વજન ૪૪૫ ગ્રામ, કિ.રૂ.૪૦,૦૫૦/-

(૪) ચાંદીની ગણેશજીની મુર્તિ નંગ-૦૧, વજન ૨૭૫ ગ્રામ, કિ.રૂ.૨૪,૭૫૦/-

(૫) ચાંદીના ગ્લાસ નંગ-૦૬, વજન ૨૮૦ ગ્રામ, કિ.રૂ.૨૫,૨૦૦/-

(૬) ચાંદીનો નાનો કળશ નંગ-૦૧, વજન ૧૭૦ ગ્રામ, કિ.રૂ.૧૫,૩૦૦/-

(૭) ચાંદીનો મોટો કળશ નંગ-૦૧, વજન ૮૮૫ ગ્રામ, કિ.રૂ.૭૯,૬૫૦/-

(૮) ચાંદીના મગ નંગ-૦૩, વજન ૩૧૫ ગ્રામ, કિ.રૂ.૨૮,૩૫૦/-

(૯) ચાંદીના મુખવાસના ડબ્બા નંગ-૦૫, વજન ૫૯૫ ગ્રામ, કિ.રૂ.૫૩,૫૫૦/-

(૧૦) ચાંદીનો કળશ નંગ-૦૧, વજન ૨૫૦ ગ્રામ, કિ.રૂ.૨૨,૫૦૦/-

(૧૧) ચાંદીની આરતી નંગ-૦૧, વજન ૧૧૦ ગ્રામ, કિ.રૂ.૯,૯૦૦/-

(૧૨) ચાંદીની નાની લોટી નંગ-૦૨, વજન ૧૫૫ ગ્રામ, કિ.રૂ.૧૩,૯૫૦/-

(૧૩) ચાંદીની નાની ટ્રે નંગ-૦૨, વજન ૧૮૦ ગ્રામ, કિ.રૂ.૧૬,૨૦૦/-

(૧૪) ચાંદીની સિંદુર દાની નંગ-૦૧, વજન ૫૦ ગ્રામ, કિ.રૂ.૪,૫૦૦/-

(૧૫) ચાંદીની ડીશ નંગ-૦૧, વજન ૧૪૦ ગ્રામ, કિ.રૂ.૧૨,૬૦૦/-

(૧૬) ચાંદીનો સિક્કો નંગ-૦૧, વજન ૧૫ ગ્રામ, કિ.રૂ.૧૩૫૦/-

(૧૭) ચાંદીનો તુલસી ક્યારો નંગ-૦૧, વજન ૧૦ ગ્રામ, કિ.રૂ.૯૦૦/-

(૧૮) ચાંદીની ગાયની મુર્તિ નંગ-૦૧, વજન ૧૦ ગ્રામ, કિ.રૂ.૯૦૦/-

(૧૯) ચાંદીનું સિંહાસન નંગ-૦૧, વજન ૨૭૫ ગ્રામ, કિ.રૂ.૨૪,૭૫૦/-

(૨૦) ચાંદીના બાઉલ નંગ-૦૬, વજન ૧૬૦ ગ્રામ, કિ.રૂ.૧૪,૪૦૦/-

(૨૧) ચાંદીની દીવો નંગ-૦૧, વજન ૫૦ ગ્રામ, કિ.રૂ.૪૫૦૦/-

(૨૨) ચાંદીની નાની ડીશ નંગ-૦૨, વજન ૪૦ ગ્રામ, કિ.રૂ.૩૬૦૦/-

(૨૩) ચાંદીની વાટકી નંગ-૦૨, વજન ૧૬૫ ગ્રામ, કિ.રૂ.૧૪,૮૫૦/-

ચાંદીની નાની મોટી ચીજવસ્તુઓ નંગ-૨૩, વજન ૬.૩૫૫ કિ.ગ્રામ, કિ.રૂ.૫,૭૧,૯૫૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજના પોલીસ ઈન્સપેક્ટરશ્રી એસ.એસ. ચુડાસમા નાઓ તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે. મોરી નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.