લોરિયાથી નોખાણિયા માર્ગ પર કૂતરું આડે ચડતા બાઈક સ્લીપ થતાં 22 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

accident

copy image

copy image

લોરિયાથી નોખાણિયા વચ્ચે માર્ગમાં અકસ્માત સર્જાયો હતો જેમાં 22 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અહી માર્ગમાં કૂતરું આડે આવતા બાઇક સ્લીપ થઈ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગત દિવસે સાંજના સમયે બન્યો હતો. ગત દિવસે સાંજના સમયે જુરા ગામનો યુવાન બાઈકથી લોરિયાથી નોખાણિયા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે વચ્ચે કૂતરું આડે આવતાં તેની મોટરસાઇકલ સ્લીપ થઇ હતી. આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન જ અંતિમ શ્વાસ લીધા હતા.