ગાંધીધામ ખાતે આવેલ નાની ચીરઇ નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત
copy image

ગાંધીધામ ખાતે આવેલ નાની ચીરઇ નજીક બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતાં આધેડનું મોત થયું હતું. આ બનાવ ગાંધીધાથી ભચાઉ તરફ જતા રોડ પર નાની ચીરઇ ગણેશ પેટ્રોલપંપ સામે બન્યો હતો. આ અકસ્માત અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની ચીરઇમાં રહેનાર અબ્દુલ પઠાણ નામના આધેડ પમ્પ પર બાઇકમાં પેટ્રોલ ભરાવી ધોરીમાર્ગ પર ચડતાં અજાણ્યા વાહને હડફેટમાં લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે ગાંધીધામ બાદ રાજકોટ લઇ જવાતાં રસ્તામાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.