સાપેડા નજીક ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એકનું મોત : બે ઘાયલ

truk-accident

copy image

copy image

અંજાર તાલુકાના સાપેડા નજીક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટમાં લેતા એક યુવાનનું મોત થયું છે જ્યારે વધુ બે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ જીવલેણ અકસ્માત ગત તા. 2/3ના સાપેડાના ક્રિષ્ના પેટ્રોલપંપ પાસે અંજાર-ભુજ ધોરીમાર્ગ પર બન્યો હતો. આ માર્ગ પર ત્રણ શખ્સો બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા ટ્રકે ટક્કર મારતાં ત્રણેય વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેમાં એકનું મોત થયું છે તેમજ અન્ય બે સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.