માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી કરતી પ્રાગપર પોલીસ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માકદ પદાર્થોના સેવનની પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર, વેપારની પ્રવ્રુતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અનવ્યે પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતી સાથે જોડાયેલ ઇસમો વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.

જે અન્વયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.શિમ્પી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા તે દરમ્યાન ગઇ તા.૦૪/૦૩/૨૦૨૫ ના રોજ પ્રાગપર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ગોપાલભાઈ દામજીભાઈ મહેશ્વરી નાઓને મળેલ બાતમી આધારે અંજાર તરફથી પ્રાગપર ચોકડી તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપરથી સનસીટી કંપની તરફ જતા સર્વિસ રોડ પર વોચ રાખી અંજાર તરફથી કાળા કલરનું હીરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટર સાઇકલ જેના નંબર જીજે-૧૨-બીએલ-૨૧૮૭ વાળીથી ગેરકાયદેસર પરીવહન થતા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપીઓના નામ/સરનામા:-

(૧) નરેશભાઇ ગલાલભાઇ દેવીપુજક(જમણપરીયા) ઉ.વ.૩૮

(ર) અજય વાલજીભાઇ દેવીપુજક(જમણપરીયા) ઉ.વ.૩૦, બન્ને રહે. ખોડીયાર નગર, ઝુંપડપટ્ટી ગાંધીધામ-કચ્છ

  • કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન ૯૯૫ ગ્રામ કિ.રૂ.૯,૯૫૦/-

(૨) વીવો કંપનીનો મોબાઈલ કિ.રૂ.૫૦૦૦/-

(૩) રીયલમી કંપનીનો મોબાઈલ કિ.રૂ.૫૦૦૦/-

(૪) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. GJ 12 BL 2187 જેની કિ.રૂ.૨૫,૦૦૦/-એમ કુલ્લે કિ.રૂ. ૪૪,૯૫૦/- નો મુદામાલ

આરોપીનો ગુનાહીત ઇતિહાસ :

નરેશભાઇ ગલાલભાઇ દેવીપુજક(જમણપરીયા)

(૧) અંજાર પો.સ્ટે., પાર્ટ-બી, ગુ.ર.નં.૧૫૬૫/૨૦૨૦ એન.ડી.પી.એસ. કલમ ૨૦(બી), ૨૯, ૮(સી) મુજબ.

  • આ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ :-

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.શિમ્પી તથા એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ રાણુભા જાડેજા તથા દિનેશભાઈ મેઘજીભાઈ ધોરીયા તથા રવજીભાઇ ગોવિંદભાઇ બરાડીયા તથા ગોપાલભાઈ દામજીભાઈ મહેશ્વરી તથા પો.હેડ કોન્સ. ઇશ્વરભાઇ ચમનાજી ચૌધરી, તથા ગીરીશભાઈ અરજણભાઈ ચૌધરી, તથા પો.કોન્સ. અશોકભાઇ અમીરામભાઇ આશલ, તથા મહેશકુમાર બાબુજી ચૌહાણ તથા આઉટસોર્સ ડ્રાઇવર કાનજી હરદાસ ગઢવી નાઓ એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.