દારૂ શોધવા રાપરના વરણું સીમમાં પોલીસે રેડ કરી : દારૂ નહીં પરંતુ દેશી બંદૂક મળી આવી

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

રાપર ખાતે આવેલ વરણું ગામના સીમ વિસ્તારમાં દારૂ પકડવા માટે ગયેલ પોલીસને દેશી બંદૂક મળી આવતા એક શખ્સની અટક કરવામાં આવી છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આડેસરથી વરણું જતા માર્ગ પર કાયાવાંઢથી 300 મીટર આગળ ટગા ગામના રસુલ જમાલ હિંગોરજાના કબ્જાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળવામાં આવી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર રેડ પાડી હતી પરંતુ અહીથી ભઠ્ઠી મળી ન હતી, પરંતુ જુવારના પૂળામાંથી 55 ઈંચની દેશી હાથ બનાવટની રૂા. 5000ની બંદૂક મળી આવેલ હતી. પોલીસે આ સ્થળ પરથી દેશી બંદૂક સાથે એક ઈશમની અટક કરી હતી. પોલીસે અહીથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી  છે.