અંજારમાં વરલી-મટકાનો આંક લેતા બે શખ્સો પકડાયા

અંજારના ગંગાનાકા વિસ્તારમાંથી બે શખ્સો વરલી-મટકાનો આંક લેતા અંજાર પોલીસની રેડ દરમ્યાન  પકડી પાડવામાં આવ્યા હતા. આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર અંજાર પોલીસની પેટ્રોલીંગ દરમ્યાન ગંગાનાકા નજીક આવતાં બાતમી મળી હતી કે ગંગાનાકા જનતા હોટલની પાછળ આવેલ લીમડા નજીક બે શખ્સો શહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંક ફરકનો રૂપિયાની  હારજીતનો જુગાર રમી-રમાડી રહેલ છે. જે બાતમી આધારે રેડ કરતા ગંગાનાકા જનતા હોટલની પાછળ આવેલ લીમડામા બે શખ્સો હાથમાં કાગળ લઇ વરલી મટકાના આંક લખતા શખ્સો  સિકંદર ઈબ્રાહિમ આરબ તથા મુસ્તાક હારૂન વાળા આંક લખેલ પેજ-1 તથા રોકડ રકમ રૂ.10,200, મોબાઇલ નંગ 1 કિંમત રૂ.500 એમ કુલ કિંમત રૂ. 10,700ના મુ્ામાલ સાથે મળી આવતા જુગારધારા હેઠળ બંને શખ્સોની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના હે.કો. સામતભાઇ બરાડીયા, કોનસટેબલ  દિગ્વિજયસિંહ જાડેજા, ગોતમભાઇ સોલંકી, મહિપતસિંહ ચુડાસમા જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *