ભચાઉના લુણવામાં એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી : ઘરવખરીનો તમામ સામાન બળીને ભશ્મ
copy image

ભચાઉ ખાતે આવેલ લુણવામાં એક રહેણાંક મકાનમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના નવાલુણવામાં ભરત ધનાભાઈ આહીરના ઘરમાં આગનો આ બનાવ બન્યો હતો. બંધ રહેલા ઘરમાંથી ધુમાડા બહાર નીકળતા આસપાસના લોકો તુરંત બનાવ સ્થળે પહોંચ્યા હતા અને મકાન માલિકને જાણ કરેલ હતી. મકાન માલિક કોઈ કામ અર્થે અંજાર હોતા ગામ લોકોએ ઘરના દરવાજા તોડી આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ બનાવ અંગે પાલિકાના ફાયર ફાઈટરને કરવામાં આવતા તેમની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ તમામ ઘરવખરીનો સામાન બળીને ભશ્મ થયો હતો.