શેખપીરથી ભચાઉ જતા માર્ગ પર લકઝરી બસ અને છકડા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એકનું મોત ચાર ઘાયલ
copy image

ભુજ તાલુકાનાં શેખપીરથી ભચાઉ જતા માર્ગ પર ગત દિવસે સાંજના સમયે લકઝરી બસ અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓના કારણે યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શેખપીરથી ભચાઉ જતા માર્ગ પર શનિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં લકઝરી બસે છકડાને ટક્કર મારતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં પેસેન્જરો બેસાડીને બેકેટી કંપનીથી જ્યોતિ પાર્ક જતી વખતે આ બનાવ બન્યો હતો. આ બનાવમાં છકડાનો ડૂચો વળી ગયો હતો જેમાં ગંભીર ઇજાઓના કારણે મૂળ રાજસ્થાનના 30 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું તેમજ અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.