માંડવીના જખણિયાની વાડીમાં બે વર્ષીય માસૂમ બાળકીએ ઘાસમાં છાંટવાની દવા પી જતાં જીવ ગુમાવ્યો
copy image

માંડવી ખાતે આવેલ જખણિયાની વાડીમાં બે વર્ષની માસૂમ બાળકીએ ઘાસમાં છાંટવાની દવા પી જતાં જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના જખણિયા ગામના વાડી વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતા વિષ્ણુ વેતાર્થભાઇ નાયકની બે વર્ષીય માસૂમ પુત્રી અનન્યા વાડીમાં રમી રહી હતી તે સમયે ઘાસમાં છાંટવાની દવા પી લીધી હતી. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં સારવાર કારગત ન નીવડતાં તેને અંતિમ શ્વાશ લીધા હતા.