કંડલા પોર્ટ વિસ્તારમાં  ટેઈલરની હડફેટે 52 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

કંડલા પોર્ટ વિસ્તારમાં  ટેઈલરની હડફેટે 52 વર્ષીય આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલા દીનદયાલ પોર્ટ વે-બ્રીજ નં. 11 નજીક ગત દિવસે સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. હતભાગી તેના ટેઈલરમાં  ભરેલ કોલસા ખાલી કરવા ફાલકું ખોલવા જતા હતા તે સમયે  ટેઈલરના ચાલકે પૂરઝડપે બેદર કારીપૂર્વક અને ગફલતભરી રીતે વાહન રીવર્સ લઈ તેમને હડફેટમાં લીધા હતા. આ બનાવમાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા આ આધેડે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.