અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સ્વબળે આગળવધી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરનાર તેમજ સામાજિક સેવામાં યોગદાન આપી અન્ય માટે પ્રેરણારૂપ બનનાર નારી રત્નો નું સન્માન કરવામાં આવ્યું હતું.

માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉ અર્ચના બેન પટેલ તથા કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્મા કુમારી સંગીતાબેન હાજર રહ્યા હતા.

નારી શક્તિ વંદના કાર્યક્રમમાં વર્ષા બેન ભટ્ટ વૃંદા ,રાધિકા ટાંક પઢિયાર,વિશ્વા પરેશભાઈ પરમાર, દ્રષ્ટિ પરસોતમભાઈ હડિયા નું પ્રમાણપત્ર શાલ ઓઢાડી અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમાણપત્ર નું વાંચન રસીલાબેન ચૌહાણ એ કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી ત્યાર બાદ પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કુસુમબેન હડિયા (મહિલા ઉપાધ્યક્ષ અંજાર નગર) એ પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કિંજલ બેન પટેલ દ્વારા રાષ્ટ્ર હિત,શિક્ષક હિત અને સમાજ હિતને લક્ષયમાં રાખી કાર્ય કરતા સંગઠન ABRSMનો પરિચય આપવામાં આવ્યો હતો.ત્યારબાદ વર્ષા બેન ભટ્ટ, રાધિકા ટાંક પઢિયાર, કાંતાબેન નાથાણી અને ડો. અર્ચનાબેન પટેલ એ પોતાનું પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વક્તા બ્રહ્મા કુમારી સંગીતા બેન દ્વારા સ્ત્રીઓની આત્મનિર્ભરતા,સ્વતંત્રતા વિષે ખુબજ પ્રેરણાત્મક વિચારો તેમના વક્તવ્યમાં રજુ કર્યા હતા.
ઉમા બેન પટેલ અને અરુણાબેન રાજગોરે ખુબજ સુંદર ગીત રજુ કર્યું હતું ત્યારબાદ શાંતિ મંત્ર દ્વારા કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ,સંગઠનમંત્રી જખરાભાઈ કેરાશિયા, સહ મંત્રી કાંતિભાઈ રોઝ,એચ.ટાટ સંવર્ગ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારી,આંતરિક ઓડિટર રોહિતભાઈ રાજગોર,પ્રચાર પ્રમુખ નરસિંહભાઈ ડાંગર,અંજાર નગર મહામંત્રી હસમુખભાઈ પરમાર,મનોજભાઈ પાલેકર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહિલા સહમંત્રી ડો.કૈલાશ કાંઠેચા, કુસુમબેન હડિયા, તથા અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ,મહામંત્રી પીયૂષભાઈ ડાંગર તથા અન્ય હોદેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિતાબેન ટાંક એ અને આભારવિધિ ગીતાબેન પરમારએ કરી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું છે.