અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બની દારૂનો વિડીયો કર્યો વાઈરલ : પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ શખ્સોની કરી ધરપકડ
copy image

અમદાવાદ શહેરમાં નબીરાઓ બેફામ બની ચૂક્યા છે ત્યારે દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસે તમામ શખ્સોની અટક કરી હતી. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઈસ્કોન ચાર નજીક જાહેરમાં કેટલાક નબીરાઓએ દારૂ પાર્ટી કરી વીડિયો વાઈરલ કરી દેવામાં આવેલ હતો. આરોપીઓએ 7 માર્ચના રોજ દારૂની મેહફીલ માણ્યા બાદ ઇન્સ્ટાગ્રામમાં સાગરમાફિયા 99 એકાઉન્ટ પર દારૂ મેહફીલનો વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ શખ્સોની અટક કરી હતી.આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.