જૂનાગઢના ભેંસાણમાં 4 વર્ષીય બાળક બોરમાં ખાબક્યો : સ્થાનિકોએ રેસ્ક્યું ઓપરેશન કરી બાળકને હેમખેમ બહાર કાઢ્યો
copy image

સૂત્રો જણાવી રહ્યા છે જૂનાગઢના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામમાં એક ચાર વર્ષીય બાળક બોરમાં ખાબક્યો હોવાથી જેસીબીની મદદથી બાળકને બહાર કાઢવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પરપ્રાંતિય પરિવારનો બાળક કોઈ કારણોસર બોરમાં ખાબક્યો હતો.આ બનાવ અંગે સ્થાનિકોને જાણ થતાં તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બાદમાં સ્થાનિકો દ્વારા જે.સી.બી. મશીન વડે રેસ્ક્યું ઓપરેશન કરી અને બાળકને હેમખેમ બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.