ભુજ બી ડિવિઝન મધ્યેથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી નખત્રાણા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ. જે. ક્રિસ્ચિયન સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ગેર કાયદેસર થતી પ્રવ્રુતિ અટકાવવા તથા આવી પ્રવ્રુતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી સુચનાઓ આપેલ હોઇ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એ.એમ.મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ટાઉનબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા સી.એચ.સી. બાજુ આવતા બે ઇસમો એક મો.સા. પાસે શંકાસ્પદ રીતે ઉભેલા જોવામાં આવેલ જેથી તેમની પાસે જઇ મો.સા.ના રજી. કાગળો તેમજ આધાર-પુરાવા વિશે પુછપરછ કરતા તેમની પાસે આવા કોઇ આધાર પુરાવા ન હોવાનું જણાવેલ જેથી સદર બન્ને ઇસમો અને મોટરસાયકલ ને અત્રેના પો.સ્ટે. ખાતે લાવી બન્ને ઇસમોની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમણે ઉપરોકત મો.સા. આજથી આશરે એકાદ મહિના પહેલા નળ સર્કલ, ભુજ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશને તપાસ કરતા બૌ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સદરહુ ગુના બાબતે ફરિયાદ દાખલ થયેલ હોવાનું જાણવા મળેલ જેથી બન્ને ઇસમો વિરુધ્ધ નખત્રાણા પો. સ્ટે. બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ તથા ૩૫(૧)ઈ મુજબની કાર્યવાહી કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા જાણ કરેલ છે.

પકડાયેલ ઇસમોના નામ સરનામા –

(૧) રામસંગ પના કોલી ઉ.વ.૨૧ રહે.ગણેશનગર, નખત્રાણા

(૨) કલ્પેશ હુશૈન નાગડા(કોલી) ઉ.વ.૩૦ રહે શનિ ગાર્ડન, નખત્રાણા

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) બજાજ કંપનીની પ્લેટીના મો.સા. જેના રજી. નંબર- GJ-12-BK-0369 વાળી જેની કિં.રૂ.૧૦,૦૦૦/-

(૨) વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિં.રૂ.૫,૦૦૦/-એમ કુલ્લે કિં.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ

શોધી કાઢેલ ગુન્હો :-

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.-૨૫૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ. મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ યશવંતદાન ગઢવી તથા જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ.કોન્સ. મોહનભાઇ આયર તથા પો.કોન્સ મોહનભાઇ ગઢવી તથા મયંકભાઇ જોષી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.