ભચાઉ પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ભચાઉ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સુરેશ વાલાભાઈ કોલી રહે.ભચાઉ વાળાએ ભીમગુડા જતા રસ્તા પર આવેલ કંથડનાથદાદા મંદિર પાસે બાવળની ઝાડીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી સંતાળી રાખેલ છે.જેથી એલ.સી.બી.ટીમ દ્રારા ઉપરોકત હડીકત વાળી જગ્યાએ પહોચીને જોઈ તપાસ કરતા બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂ ભરેલા ખાખી કલ૨ના બોક્સ જોવા મળેલ જે પ્રોહીબીશનનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ભચાઉ પો.સ્ટેશનનેસોપવામાં આવેલ છે.
આરોપીનુ નામ
(૧) સુરેશ વાલાભાઈ કોલી રહે.જુની મોટી ચીરઈ ભચાઉ
દાખલ કરેલ ગુનાની વિગત-
- ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૭૩/૨૫ પ્રોહી.ક.૬૫(એ) (ઈ), ૧૧૬(બી)
ડબ્જે કરેલ મુદામાલની વિગત :-
૭૫૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૫૩,૦૨૮ /-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.