ભુજના મંગલમ હોટલ નજીક પુરપાટ આવતી કાર પલટી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

ભુજના મંગલમ હોટલ ચાર રસ્તાથી માંડવી ઓક્ટ્રોયને જોડતા માર્ગ પર પુરપાટ આવતી કાર પલટી મારી ગઈ હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના મંગલમ હોટલ ચાર રસ્તાથી માંડવી ઓક્ટ્રોયને જોડતા માર્ગ પર આ બનાવ બન્યો હતો જેમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોંગ સાઇડમાં બે-ત્રણ પલટી મારી કાર ઉથલી ગઈ હતી. બનાવને પગલે ગાડીની એર બેગ ખૂલી ગઈ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં વીજ થાંભલાને પણ નુકસાન થયું હતું. તેમજ ગાડીના આગળના ભાગનો બુકડો બોલી જતાં તેને હટાવવા ક્રેનની મદદ લેવી પડી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.