છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઠગાઈના આરોપીને એલસીબી એ દબોચ્યો
copy image

ઠગાઈના કેસમાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટ હાલે મુંદ્રાના વડાલામાં રહેતા વિજય ઉર્ફે લાલા જગદીશ મહેતા વિરુદ્ધ ચાર વર્ષ અગાઉ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ઠગાઇ તેમજ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી હતી, આ શકાશ ત્યારથી પોલીસથી નાસતો ફરતો હતો. જેને એલસીબીની ટીમે દબોચી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે પોલીસના સ્થાનિક હવાલે કરેલ છે.