નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ નો અભિવાદન સમારોહ યોજાયો

કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે દેવજીભાઈ વરચંદ ની પુનઃ નિયુક્તિ થતા ભુજ શહેર ભાજપ દવારા તેમનો સન્માન કરવા તેમજ અભિવાદન કરવા કચ્છ કમલમ ખાતે આયોજન કરવામાં આવ્યો હતો.

આ અભિવાદન કાર્યક્રમ માં ભુજ માં રહેતા જિલ્લા ભાજપના હોદેદારો પચાણભાઈ સંજોટ, પ્રફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, તેમજ કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ,  શહેર ભાજપ અધ્યક્ષ મિત ઠકકર દવારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભૂજ નગરપાલિકાના રશ્મિબેન સોલંકી,ઘનશ્યામભાઈ ઠકકર, મહીદીપસિંહ જાડેજા, કમલ ગઢવી,દિવ્યરાજસિંહ જાડેજા, સંજયભાઈ ઠકકર, બિંદિયાબેન ઠકકર,કશ્યપ ગોર, ધર્મેશ ગોર સહીત નગરપાલિકા ના કાઉન્સિલર દવારા પણ નવનિયુક્ત અધ્યક્ષ નો સન્માન કરવામાં આવ્યો હતો.

મહામંત્રી જયદીપસિંહ જાડેજા, ભૌમિક વછરાજાની, જીગર શાહ, જયંત ઠકકર, મયુરસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ ભાટિયા,હિરેન રાઠોડ સહીત સમગ્ર ટીમ દવારા પણ દેવજીભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ સહકાર ક્ષેત્ર ના આગેવાનો, વેપારીઓ તેમજ સંસ્થાઓ દવારા પણ નવનિયુક્ત અધ્યક્ષ શ્રી નો સન્માન કરવામાં આવ્યું હતું.સંગઠન ના મંડળ મોરચાના હોદેદારો, શહેર ના શક્તિકેન્દ્ર ના સંયોજકો પ્રભારીઓ સહીત મોટી સંખ્યામાં માં કાર્યકરો દવારા અધ્યક્ષ શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ દવારા આ આયોજન બદલ સૌ હોદેદારો તેમજ કાર્યકરો નો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સૌ આગેવાનો તેમજ કાર્યકરો સાથે મળી એક નવી ઉંચાઈયે લઇ જઈ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ને સાર્થક કરવા જણાવ્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદી માં જણાવાયું હતું.