મુંદ્રાના ગોયરસમામાં થાંભલામાં બાઇક અથડાતા સર્જાયો અકસ્માત : એકનું મોત એક ઘાયલ

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ગોયરસમામાં થાંભલામાં બાઇક અથડાતા બાઈક પર સવાર યુવાનને માથામાં ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજયું હતું તેમજ પાછળ બેઠેલ યુવાન પણ ઘાયલ થયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા. 10/3ના રાતના અરસામાં બાઇક લઈ ને આ બંને યુવાનો ગયેલ હતા. તે સમયે ગોયરસમા નજીક તળાવની સામે ગોલાઇવાળા રોડ પર ચાલક ટર્ન વાળી ન શકતા અને પૂરઝડપે દોડતી બાઇક થાંભલા સાથે અથડાયું હતું. સર્જાયેલ અકસ્માતમાં બાઈક પર સારવાર બંને યુવાનો નીચે પટકાયા હતા. બંને ને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે બાઈક ચાલકને મૃત જાહેર કર્યો હતો. તેમજ પાછળ બેઠેલ યુવાન સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.