અમદાવાદમા રેપીડો ચાલક યુવાન અને યુવતી ગોતા બ્રિજ પરથી નીચે પટકાતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત

accident

copy image

accident
copy image

અમદાવાદમા રેપીડો ચાલક યુવાન અને યુવતી ગોતા બ્રિજ પરથી નીચે પટકાતાં અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવતીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદમાં ગોતાબ્રિજ પરથી બાઇક પર એક યુવક અને યુવતી જઈ રહ્યા હતા તે સમયે યુવકે પુરઝડપે ચલાવતા બાઇક ડિવાઇડર અથડાતા બાઇક ચાલક યુવક અને પાછળ બેઠેલી યુવતી બ્રિજની નીચે પટકાયા હતા. આ બનાવમાં યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતી. તેમજ બાઈકચાલક ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ બનાવમાં યુવતીએ રેપીડો બુક કરાવી હોવાથી યુવક પાછળ બેસીને જતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.