પડાણા હાઇવે રોડ પાસે આવેલ રૂદ્રાક્ષ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

ઠે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી વણશોધાયેલ મિલક્ત સંબંધી ગુનાઓ શોધી કાઢી આવી ગુનાહિત પ્રવૃતિ કરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી. ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા જણાવેલ હોય અને તાજેતરમાં ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના ૨જી નંબ૨-૧૧૯૯૩૦૦૭૨૫૦૨૬૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ.૩૦૩(૨),૩૨૯(૩),૫૪ મુજબના નોધાયેલ ગુના કામે પડાણા ખાતે આવેલ રૂદ્રાક્ષ ડીટર્જન્ટ એન્ડ કેમીકલ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી ક૨વામાં આવેલ હોય જે વણશોધાયેલ ગુના કામે સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકિકત આધારે આ ચોરીના ગુના કામે સંડોવાયેલ બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓ ::
(૧) ઈસ્માઈલ ઈશાક સોતા ઉ.વ.૩૦ રહે.ખારીરોહર તા.ગાંધીધામ
(૨) અલી ઉર્ફે અલીમામદ હુશેન બુચડ ઉ.વ.૪૦ રહે.જુના કંડલા મીઠા પોર્ટ તા.ગાંધીધામ
:: કબ્જે કરેલ મુદામાલ ::
(૧) કોપર ભંગાર (તાર) વજન આશરે ૩૦ કિ.ગ્રા કિ.રૂ.૧૮,૦૦૦/-
(૨) લોખંડ ભંગાર (તાર) વજન આશરે- ૧૫૦ કિ.ગ્રા. કિ.રૂ.૨૨૫૦/-
(૩) રીક્ષા રજી નં.જીજે-૧૨-બીટી-૨૧૨૩ કિ.રૂ. ૧૦,૦૦૦/-
:: પકડવાનો બાકી આરોપી::
ગની ઉર્ફે ગનીબાપુ સાલેમામદ કાતિયાર રહે.ખારીરોહર તા.ગાંધીધામ
:: આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ::
- ઈસ્માઈલ ઈશાક સોતા ઉ.વ.૩૦ રહે.ખારીરોહર તા.ગાંધીધામ
(૧) ગાંધીધામ “બી” ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં.-૦૧૨૫/૨૦૧૮ ઈ.પી.કો. ક્લમ-૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ
(૨) કંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.નં.-૦૯૦૯/૨૦૨૦ ઈ.પી.કો. કલમ-૩૭૯,૫૧૧ તથા ધ પેટ્રોલીયમ એન્ડ મીનીરલસ એક્ટ ૧૯૧૨ ક્લમ-૧૫(૧),૧૫(૨),૧૬(એ), તથા સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવાનો અધિનિયમ
૧૯૮૪ કલમ-૩,૪
(૩) કંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.નં.-૦૦૧૨/૨૦૨૨ ઈ.પી.કો.કલમ-૩૮૦,૪૨૭,૪૫૪,૪૫૭,૧૧૪ મુજબ
(૪) ગાંધીધામ “બી” ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં.-૧૩૮૩/૨૦૨૪ બી.એન.એસ.ક્લમ-૩૦૫(એ),૩૩૧(૪) મુજબ
- અલી ઉર્ફે અલીમામદ હુશેન બુચડ ઉ.વ.૪૦ ૨હે.જુના કંડલા તા.ગાંધીધામ
(૧) કંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.નં.-૦૦૧૪/૨૦૧૭ ઈ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ વિ.મુજબ
(૨) કંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.નં.-૦૦૪૧/૨૦૧૭ ઈ.પી.કો. કલમ-૩૭૯,૪૨૭,૧૧૪ મુજબ
(૩) ગાંધીધામ “બી” ડીવી.પો.સ્ટે. ગુ.૨.નં.-૦૧૩૫/૨૦૧૯ ઈ.પી.કો. કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૨,૩૦૭ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૪) મુંદ્રા પો.સ્ટે. ગુ.૨.નં.-૧૩૪૦/૨૦૨૦ ઈ.પી.કો. કલમ-૩૭૯,૫૧૧ તથા ધ પેટ્રોલીયમ એન્ડ મીનીરલસ એક્ટ ૧૯૬૨ ક્લમ-૧૫(૧),૧૫(૨) તથા સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવાનો અધિનિયમ ૧૯૮૪ કલમ-૩ મુજબ
(૫) કંડલા મરીન પો.સ્ટે. ગુ.૨.નં.-૦૮૨૫/૨૦૨૦ ઈ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ તથા ધ પેટ્રોલીયમ એન્ડ મીનીરલસ એક્ટ ૧૯૬૨ કલમ-૧૫(૨),૧૫(૪) તથા સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવાનો અધિનિયમ ૧૯૮૪ કલમ-૩ મુજબ
(૬) ગાંધીધામ “એ” ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં.-૦૦૯૧/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૩૮૦,૧૧૪ મુજબ
(૭) ગાંધીધામ “બી” ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં.-૧૦૪૭/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૩૭૯,૪૪૭ મુજબ
(૮) ગાંધીધામ “બી” ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં.-૦૦૩૫/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૭૯,૪૪૭ મુજબ
(૯) ગાંધીધામ “એ” ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં.-૦૧૩૨/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭ મુજબ