વિશ્વાસઘાત છેતરપીંડીના બે ગુના કામે છેલ્લા ૧૧ (અગીયાર) માસથી નાસતા ફરતા આરોપીને પુના શહે૨ (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં ગંભીર ગુના કામે નાસતા-ફરતા આરોપીઓ પકડવાની સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને ઉપરોકત કામગીરી ક૨વા જણાવેલ હોય અને ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ પૈકી ગુના નં-(૧) ફરીયાદી ને આરોપીએ પોતાની ઓફીસમાં મુંદ્રા સી.એફ.એસ.માં પડેલ લોખંડનો ભંગાર બતાવી ભાવતાલ નક્કી કર્યા બાદ ટ્રકોમાં આ માલ લોડ કરાવી ઇવે બીલ બનાવી ફરીયાદી પાસેથી ભંગાર આશરે ૪૬.૪ ટન કિ.રૂ.૧૬,૧૬,૯૨૪/-ફરીયાદી પાસેથી આરોપીએ બેંક આ૨.ટી.જી.એસ.થી લઇ અને લોખંડનો માલ આપવાનો વિશ્વાસ આપી ભંગાર કે રૂપિયા ફરીયાદી ને પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય તેમજ ગુના નં-(૨) મુજબ આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદી સાથે મિત્રતાના નાતે વિશ્વાસમા લઇ ફરીયાદીની ઉમા એજન્સીના નામના જી.એસ.ટી.નો ઉપયોગ કરી માલના વેચાણ તથા ઈ-વે બિલો બનાવડાવી તે માલના વેચાણના રોકડા રૂપિયા ૧૦,૦૦,000/- લઇ તથા બાકી રહેલ માલનુ વેચાણ બિલ જે ગ્લોબલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ના નામે બનાવવાનુ હોવાથી બાકી નિકળતા રૂ.૧૩,૨૦,૦૦૦/- કુલ્લે રૂ.૨૩,૨૦,૦૦૦/- ફરીયાદીને નહી આપી તેમજ ઉમા એજન્સીનો ખોટો રાઉન્ડ શીલ બનાવી તેનો ખોટો ઉપયોગ કરી સહિ સિક્કા કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોય જે બન્ને ગુના કામે સંડોવાયેલ આરોપી છેલ્લા ૧૧ માસ થી નાસ્તો-ફરતો હોઇ જે પુના શહેર (મહારાષ્ટ્ર) ખાતે હોવાની ટેકનિકલ રીતે માહિતી મેળવી પોલીસ ટીમને પુના ખાતે મોક્લી આરોપીને વિમાનનગર વિસ્તારમાં આવેલ ઓફિસ અંદર થી શોધી પડી પાડી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરી અન્ય કોઈ જગ્યાએ કોઇ સાથે તેણે છેતરપીંડી કરેલ છે કે કેમ ? તે બાબતે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપી ::

મોહમદ મુસ્તફાખાન ઉર્ફે હાજીખાન સ/ઓ અબ્દુલ ગફારખાન ઉ.વ.૫૨ ૨હે- ઉંદરી, સંકલા સોસાયટી મ.નં-૭૦૪ પુના શહેર (મહારાષ્ટ્ર)

:: નાસ્તા-ફરતા ગુના ની વિગત ::

(૧) ગાંધીધામ બી ડિવીઝન પોલીસ સ્ટેશન ગુના રજી નં-૧૧૯૯૩૦૦૭૨૪૦૫૪/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦

(૨) ગાંધીધામ બી ડિવીઝન પોલીસ સ્ટેશન ગુના ૨જી નં-૧૧૯૯૩૦૦૭૨૪૧૧૪૦/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૭૧,૧૨૦(બી)