લાકડિયા પોલીસ દ્વારા પોલીસ મથક હેઠળના ત્રણ ગામમાં કુલ 44 સી.સી.ટી.વી. કેમેરા લગાવાયા

સૂત્રો જણાવી રહ્યા લાકડિયા પોલીસ દ્વારા જુદા-જુદા ગુનાઓ પર ચાંપતી નજર રાખવા પોલીસ મથક હેઠળના ત્રણ ગામમાં કુલ 44 સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ    પોલીસે લાકડિયા તથા શિવલખા ગામમાં અંદર આવવા-જવાની જગ્યાએ, મુખ્ય બજાર, ચોક તથા જ્યાં લોકોની વધુ ભીડ એકઠી થી હોય તેવા સ્થળોએ કેમેરા ગોઠી દીધા છે. તેમજ ઘરાણા ગામમાં સરકારની યોજના અંતર્ગત તલાટી, પંચાયત, પોલીસની મદદથી કેમેરા લગાવવામાં આવેલ હતા. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે  લાકડિયા ગામમાં  18,  શિવલખામાં 14, ઘરાણા ગામમાં 12 એમ કુલ 44 સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે.