આદિપુરમાં મહિલા પી.આઇ. સાથે બોલાચાલી કરનારા શરાબી શખ્સોને પોલીસે દબોચ્યા
copy image

આદિપુરમાં મહિલા પી.આઇ. સાથે બોલાચાલી કરનારા શરાબી શખ્સને દબોચી લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર મહિલા પોલીસ મથકમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતાં ફરિયાદી નિકિતાબેન ભરત ડોડિયા ગત તા. 24/3ના રાતના સમયે મોપેડ પર જઈ રહ્યા હતા તે સમયે પાછળથી બાઇક સવાર બે શખ્સે મોટેથી બૂમો પાડતાં પી.આઇ.નું મોપેડ ફંગોળાતાં માંડ બચ્યું હતું. ઉપરાંત આ ઈશમોએ મોપેડ આગળ પોતાનું બાઇક રાખી મહિલા પી.આઇ. સાથે બોલાચાલી કરી હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ ગુનાના આરોપી શખ્સોને પોલીસે દબોચી લીધા છે.