ગાંધીધામની એક દુકાનમાંથી બાળ શ્રમિકને મુકત કરાવી દુકાનદાર વિરુદ્ધ થઈ કાર્યવાહી

copy image

copy image

ગાંધીધામમાં એક દુકાનમાંથી બાળ શ્રમિકને મુકત કરાવવામાં આવેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ અંગે સૂત્રોનું કહેવું છે, ગાંધીધામ શહેરમાં આવેલ ડી.બી.ઝેડ.-સાઉથ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવવામાં આવેલ છે. અહી આવેલ જીતુ સેન્ડવીચ નામની દુકાનમાં પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અહીંથી 13 વર્ષનું બાળક કામ કરતું મળી આવ્યું હતું, જેને મુક્ત કરાવી અને દુકાનના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.