પીરવાડીના સીમ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સને પોલીસે દબોચ્યો

copy image

copy image

ભુજ ખાતે આવેલ પીરવાડીના સીમ વિસ્તારમાંથી એક શખ્સને દેશી બંદૂક સાથે પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે માનકૂવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પીરવાડી (માઈના પડ) ગામની પૂર્વ સીમમાં કોઈ શખ્સ દેશી બંદૂક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપી જાનમામદ ઉર્ફે જાની જુમા મેરને ગેરકાયદેસર રીતે રાખેલી દેશી બંદૂક કિં. રૂા. 2000 સાથે દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.