કલોલના સાંતેજ ગામમાં 2 વર્ષની માસૂમ બાળકીને સ્કોર્પિયોના ચાલકે હડફેટે લેતા મોત

copy image

copy image

કલોલ ખાતે આવેલ સાંતેજ ગામમાં 2 વર્ષની માસૂમ બાળકીને સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારી હડફેટે લેતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કલોલ ખાતે આવેલ સાંતેજ ગામમાં આ  અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત થયું છે. સાંતેજ ગામમાં બે વર્ષની માસૂમ બાળા દેવાંશી ઘર આંગણે રાત્રિના સમયે રમી રહી હતી તે દરમ્યાન પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયોના ચાલકે ગફલતભરી રીતે હંકારીને ઘર આંગણે રમી રહેલી દેવાંશીને ટક્કર મારી હતી.  બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ બાળાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં તેનો મોત થયું હતું. બાળકીના મોતથી લોકોમાં આક્રોશ ફરી વળ્યો હતો અને તેઓએ સ્કોર્પિયોની તોડફોડ કરી તેમાં આગ ચાપી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.