ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી લીધો છે. જોકે શખ્સ નાસી ગયો હોય જેને પકડી લેવા કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. ટંકારા પોલીસની ટીમ મીતાણા વાલાસણ રસ્તા પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન બ્રેજા કાર નં જીજે ૩૬ એફ ૫૩૨૧ શંકાસ્પદ જણાતા તેને આંતરી હતી. દરમિયાન કાર ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી બીયર નંગ ૯૦ કિંમત રૂ.૯,૦૦૦ ઉપરાંત ૨૮૦ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.૮૪,૦૦૦ અને ૧૧ નંગ વ્હીસ્કી બોટલ કિંમત રૂ.૩,૩૦૦ મળી આવતા પોલીસે ચાર લાખની કાર અને દારૂ-બીયર સહિત કુલ રૂ.૪,૯૬,૩૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે જયારે કાર ચાલક નાસી ગયો હોય જેને પકડી લેવા કાર્યવાહી આદરી છે.