ભુજમાંથી ત્રણ જુગાર પ્રેમીઓ ઝડપાયા : એક ફરાર

copy image

copy image

ભુજમાંથી ત્રણ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ઉપરાંત અન્ય એક શખ્સ નાસી છૂટ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુશીલ ગોપાલ દત્ત નામનો શખ્સ મુંદ્રા રોડ સ્થિત આઇયા નગરમાં પોતાના કબ્જાના રહેણાક મકાનમાં બહારથી ખેલી બોલાવી નાલ ઊઘરાવી ગંજીપાના વડે જુગાર રમાડી   રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી ત્રણ શખ્સોને દબોચી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 14,850 સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.