બનાસકાંઠા પેરોલ ફરલો સ્કોડે પ્રોહીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા બે ઇસમોને પકડ્યા

સરહદી રેન્જ ભુજ મહે.આઈજીપીની સુચના મુજબ રાજ્ય બહારના નાસતા ફરતા ઇસમો પકડવા સારું આપેલ ડ્રાઈવ અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સૂચના આધારે પો.સબ.ઇન્સ.પેરોલ ફરલો સ્કોડ એમ.કે.ઝાલાની સૂચના માર્ગદર્શન મુજબ એ.એસ. આઇ ઐયુબખાન, પ્રવિણસિંહ, કિરણસિંહ હેડ કો. મહેન્દ્રસિંહ, વિનોદભાઈ શૈલેષ ભાઈ તેમજ પો.કોન્સ રાજુભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દાંતા મુકામે નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરાર ઇસમોની તપાસમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે દાંતા પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૫૨૬૬/૨૦૧૭ પ્રોહી કલમ મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ઈસમ મીનાભાઈ ઉર્ફે સુરમાભાઈ બધાભાઈ વડેરા રહે પીપલાવાળી વાવ તા.દાંતા અને માલાભાઈ કેવલાભાઈ બુમબડીયા રહે વડવેરા તા.દાંતાવાળાને ઝડપી પાડી ગુના લગત આગળની તપાસ કરવા સારું દાંતા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *