ભુજમાં આંકડો રમાડતા બુકીને LCBએ પકડ્યો

ભુજ સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસની અન્ય શાખાઓની તવાઈ છતાં ભુજ શહેરમાં આંકડાના જુગારની વાકરેલી બદી હજુ પૂર્ણપણે અંકુશમાં ન આવી હોય તેમ શહેરમાં એક બુકીને પોલીસની સ્થાનિક ગુણશોધક શાખાએ ઝડપી પાડી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ બપોરના અરસામાં એલસીબીની ટુકડીએ ભુજમાં જૂના કોંગ્રેસ ભવન પાછળની ગલીમાં રેડ પાડી વરલી મટકાનો આંકડો રમતા અને રમાડતા મયુર પ્રાણલાલ ઠક્કર નામના બુકીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આ બુકી પાસેથી આંકડા રમાડવાના સાહિત્ય ઉપરાંત 14,430 ની રોકડ અને 500નો મોબાઈલ મળી 14,930 નો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે આર આર સેલે બી ડિવિઝન પોલીસ સ્ટેસહનની સામેથી જ આંકડા લખતા બુકીને પકડી પાડ્યો હતો.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *