છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા ઈસમને અમદાવાદ (પાલડી) ખાતેથી પકડી પાડતી એલ.સી.બી.તથા ભુજ શહેર બી ડિવીઝન પોલીસ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ડી.બી.વાઘેલા સાહેબ .તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબનાઓએ ગુનાના કામે નાસતા ફરતા ઇસમો પકડવા અંગેની સુચના આપેલ હોય જે અંગે ના.પો.અધિ.શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શનથી ભુજ શહેર બીડિવીઝન પોલીસ સ્ટેશનના ગુના કામે નાસતા ફરતા ઇસમોની શોધખોળમાં હતા દરમ્યાન એલ.સી.બી .ઇ.પો.ઇન્સ. શ્રી એમ.બી.ઔસુરા તથા ઇ.પો.ઇન્સ.શ્રી એ.એન.પ્રજાપતિ ભુજ બી ડીવી. પોલીસ સ્ટેશનનાઓએ ઈસમ પકડવા સારુ સંયુકત કાર્યવાહી હાથ ધરેલ હોય જેમાં ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સર્વેલન્સના ડેટા આધારે તપાસ કરતા ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુર.નં-૨૧૬/૨૦૦૪ ઇ.પી.કો કલમ મુજબના ગુના કામેનો ઈસમ દક્ષેશ દિવ્યાકાંત દેસાઇ છેલ્લા ૧૫ વર્ષથી પોતાની અટકાયત ટાળવા માટે નાસતો ફરતો હોય. જેમાં ઈસમ દક્ષેશ દેસાઇ નાઓએ ભુજ શહેરમાં નકલી ઘી તથા નકલી ખાધ સામગ્રીનો વેપાર કરી લોકોના શારીરિક સ્વાસ્થય સાથે ચેડા કરેલ હોય જેના ગુનાની ગંભીરતા સમજીને હ્યુમન રીસોર્સઝ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરી કરાવતા મજકુર ઇસમ અમદાવાદ પાલડી ખાતે હાજર હોવાની હકિકત મળતા ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનની એક ટીમ તૈયાર કરેલી જેમાં સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ જયદિપસિંહ વી.ઝાલા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ કે.ઝાલા નાઓને તાત્કાલીક અમદાવાદ મોકલી આપેલ જેમાં આરોપી દક્ષેશ દિવ્યકાંત દેસાઇને બાતમીવાળી જગ્યાએ આજરોજ વહેલી પરોઢે હાજર મળી આવતા પકડી લીધેલ અને ભુજ ખાતે લઇ આવી આગળની કાયદેસરની તપાસ કરવા સારુ પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ સાહેબે હાથ ધરેલ છે. સદરહુ કામગીરીમાં એલ.સી.બી. ઇ.પો.ઇન્સ્. શ્રી એમ.બી.ઔસુરા તથા તેઓની સાથેના ટેકનીકલ સ્ટાફ તથા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.પ્રજાપતિ તથા પો.સબ.ઇન્સ એ.એન.ભટ્ટ તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.જયદિપસિંહ વી.ઝાલા તથા પો.કન્સ ધર્મેન્દ્રસિંહ કે.ઝાલા તથા પરમવિરસિંહ કે.ઝાલા તથા વુ.પો.કોન્સ. કિરણબેન રાજાભાઇ બાંટવા નાઓ જોડાયેલ હતા. આમ, છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા ઈસમને પકડવા સારુ ભુજ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *