ગારીયાધાર પોલીસ સ્ટેશનનાનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. શકિતસિંહ જયવંતસિંહ સરવૈયાનાઓને બાતમી આધારે હકીકત મળેલ કે રૂપાવટી રોડ ધોધારીની વાડીમાં રહેતાં વિનુભાઈ ઝીણાભાઇ મકવાણા પોતાનાં ઘેરે ભારતીય બનાવટનો વિદેશી શરાબ રાખી વેચાણ કરે છે. તેવી હકીકત મળતાં મજકુર શખ્સનાં ધેરે પ્રોહી અંગે દરોડો કરતાં તેમનાં મકાનનાં ફળીયામાં એક વોશીંગ મશીનમાં તપાસ કરતાં વોશીંગ મશીનમાં કાચની બોટલ પર રોયલ સ્ટેગ ડિલકસ વ્હીસ્કી ૧૮૦ એમએલ સિલપેક બોટલ નંગ ૦૭ તેમજ વોશીંગ મશીનની કિંમત રૂ.૧૦,૦૦૦ ગણી કુલ ટોટલ કિંમત રૂ.૧૦,૯૦૩નાં મુદામાલ જપ્ત કરી મજકુર નાસી ગયેલ હોય મજકુરના વિરૂધ્ધમાં ધોરણસર ગુનો રજી કરી આગળની તજવીજ હાથ ધરેલ છે. આ કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સબ. ઇન્સ.ચૌધરી સા.તથા પો.સબ.ઇન્સ એમ.પી.પંડ્યા.સા.ની સુચનાં અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફનાં પો.કોન્સ.શકિતસિંહ.જે.સરવૈયા તથા પો.કોન્સ.મહિપાલસિંહ. સરવૈયા ત્થા એલ.પી.સી. ભાવનાબેન ડાંગર તેમજ વગેરે પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયા હતા.