ગાંધીધામ શહેરના મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાઇક ઉપર દારૂની હેરફેર કરી રહેલા બે ઇસમોને પૂર્વ કચ્છ એલસીબીએ પેટ્રોલીંગ દરમ્યાન ઉભા રાખી તપાસ કરતાં રૂ.2,100 ના ભારતીય બનાવટના અગ્રેજી દારૂની 6 બોટલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. જ્યારે આ કામગીરી દરમ્યાન બીજો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓવિજય મહેશ્વરીએ વિગતો આપતાં જણાવયું હતું કે, ગતરાત્રિના અરસામાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાત્રિના અરસામાં જીજે 12 ડીજે 9892 નંબરની બાઇક ઉપર જય જઇ રહેલા જીતેશ ઉર્ફે જીતુ ગાંગીભાઇ મહેશ્વરી અને નિતેશ ગાંગીભાઇ મહેશ્વરીને ઉભા રાખી તપાસ કરતાં તેમના કબજામાંથી રૂ.2,100 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 6 બોટલ મળી આવતાં જીતેશ ઉર્ફે જીતુ ગાંગજી મહેશ્વરીને રૂ.30,000 ની કિંમતની બાઇક અને રૂ.500 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.32,500 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ કામગીરી દરમ્યાન નિતેશ ગાંગજી મહેશ્વરી થાપ આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. એલસીબીના હેડકોનસટેબલ દેવરાજ આહીરે બંને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરનિ તપાસ કરી હતી. આ બનાવમાં વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ હિરેન મચ્છર ચલાવી રહ્યા છે.