Skip to content
નખત્રાણા તાલુકાના કોટડા(જડોદર) ગામે પટેલ સમાજવાડીની પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં ગંજીપાનાનો જુગાર રમતા 4 ઇસમોને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે નખત્રાણા પોલીસના હવાલે કર્યા હતા. સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ પેટ્રોલીંગ દરમ્યાન સાંજના અરસામાં રેડ પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. રેડની આ કામગીરી સમયે કોટડા(જ)ના અમૃતલાલ મેઘજી લોચા અને અર્જુન મેઘજી લોચા, દેશલપર (ગુંતલી)ના નાનજી ખીમજી લોચા અને મોટી ખોંભડીના નારાણ હિરજી દાફડાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલ જુગારીઓ પાસેથી 13,000ની રોકડ જપ્ત કરાઇ હતી. નખત્રાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.