Skip to content
જામખંભાળિયા : મીઠાપુર તાબેના સુરજકરાડી ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ભરતભા ડોસાભા હાથલ, હઘુભા ભીખાભા નાયાણી, ભાયાભા અજુભા ચમડિયા, વેજાભા હોથીભા, ભાવુભા હરિયાભા, ઘેલુભા, પબુભા, ડુંગરભા રાયસંગભા અને રામભા ડોસાભા હાથલ નામના આઠ ઇસમોને રૂ.8,720 ના મુદામાલ સાથે પકડી લીધા હતા. આ ઉપરાંત અન્ય એક રેડમાં લાખાભા ગજુભા, સિધ્ધાર્થભા ગંગાધરભા, યોગેશભા નાકીયાભા, જગદીશભા વનરાજભા અને જીતેશભા પાચાર્યાભા નામના પાંચ ઇસમોને જુગાર રમતા રૂ.4,400 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.