મોટી ખાવડીમાં ફોન તસ્કર પકડાયો

જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતો પ્રવીણ ઉર્ફે પલ્લો રામભાઇ બગડા નામનો ઈસમ મોટી ખાવડી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં નીકળતા મેઘપરપોલીસ સ્ટેશનના સ્ટાફે તેને ઝડપી પાડ્યો હતો. જેના કબજામાંથી રૂ. 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. વિશેષ પૂછપરછમાં આ ઇસમે મોટી ખાવડી વિસ્તારમાંથી શ્રમિકોના રૂમમાંથી બે મોબાઈલ ફોન તસ્કરી કર્યાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત ઇસમના જામનગરમાં આવેલા મકાનની તપાસ કરતાં તેના મકાનમાંથી વધુ ચાર નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *