સામખીયાળી અને નખત્રાણામાં રેડ : 20 શંકુનીઓ ઝડપાયા

સામખીયાળીના ઓસવાળવાસમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 8 શંકુને રૂ.33,130 રોકર રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે નખત્રાણામાં 12 શંકુની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે સામખીયાળી પોલીસ સ્ટેશનના સીનિયર પીએસઆઇ આર.એમ. ઝાલાએ વિગતો આપતાં જણાવયું હતું કે, પેટ્રોલીંગ દરમ્યાન હેડકોનસટેબલ કિશોર ડોડીયાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઓસવાળવાસમાં રેડ પાડી હતી. આ રેડમાં આઠ શંકુને રૂ.33,130 રોકર રકમ સાથે ઝડપી પાડી તેમના કબજામાંથી રૂ.8,500 ની કિંમતના આઠ મોબાઇલ સહિત કુલ રૂ.41,630 નો મુદામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. ઝડપાયેલા શંકુનીઓ પચાણ રૂપા પ્રજાપતિ (સામખીયાળી), કનુભાઇ મનજીભાઇ પ્રજાપતિ (સામખીયાળી), પચાણ ભુરા બાળા (સામખીયાળી), વસંત ભવાન પટેલ (છારવારા), રામજી કેસર મણકા (રામપર-ભચાઉ), ગોવિંદ ભીમા પ્રજાપતિ (સામખીયાળી), હાસમ કાસમ શેખ (મોરબી દરવાજા હળવદ) અને મણીલાલ જેઠાલાલ શાહ (સામખીયાળી) સામે ગુનો લખાવયો છે. તો બીજી બાજુ નખત્રાણા પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ સાંજના અરસામાં કોલીવાસમાં રેડ પાડી રફીક જુસબ લુહાર, ગફુર સિધિક ધલ, વંકા આલા આહીર, મહેન્દ્ર મીઠુ કોલી, રમેશ મુસા કોલી, દિલીપસિંહ ખીમાજી સોઢા, હુશેન હાજી રાયમા, સમત અજી કોલી, ધનજી લધા કોલી, હીતેશ મીઠુ કોલી, અબદુલ્લ ઓસમાણ કુંભાર, મગન મીઠુ કોલીને ધાણીપાસાનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. આ શંકુઓ રમેશ મુસા કોલીના રહેણાક મકાનની આગળ આંગણામાં જુગારનો પડ માંડીને બેઠા હતા. ઝડપાયેલ શંકુ પાસેથી 26,310ની રોકડ જપ્ત કરી હતી. કામગીરીમાં પીએસઆઈ પરમારના માર્ગદર્શનમાં કાનાભાઇ રબારી, દીનેશ ધોરિયા, કૃપાલસિંહ ઝાલા, કલપેશ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ રાણા, ગોપાલ ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *